Excitel Broadband Plan: Airtel-Jioને ટેન્શન આપવા માટે આવ્યો 400 રૂપિયાનો પ્લાન! તમને મળશે આટલા ફાયદા || Voice of Gujarat
Excitel Broadband Plan: Airtel-Jioને ટેન્શન આપવા માટે આવ્યો 400 રૂપિયાનો પ્લાન! તમને મળશે આટલા ફાયદા

Excitel Broadband Plan: Airtel-Jioને ટેન્શન આપવા માટે આવ્યો 400 રૂપિયાનો પ્લાન! તમને મળશે આટલા ફાયદા

Excitel પાસે કેટલાક સૌથી સસ્તા બ્રોડબેન્ડ પ્લાન છે, જ્યારે તમે તેની ઓફરની તુલના દેશના સૌથી મોટા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર સાથે કરો છો, જેમાં જિયોફાઇબર (Jiofiber)અને એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર(Airtel Xstream Fiber)નો સમાવેશ થાય છે.

Airtel-Jioને ટેન્શન

Excitel પાસે કેટલાક સૌથી સસ્તા બ્રોડબેન્ડ પ્લાન છે, જ્યારે તમે તેની ઓફરની તુલના દેશના સૌથી મોટા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર સાથે કરો છો, જેમાં જિયોફાઇબર (Jiofiber)અને એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર(Airtel Xstream Fiber)નો સમાવેશ થાય છે.  જો તમે હવે Excitelની વેબસાઇટ પર જાઓ છો, તો તમને ભારતની કોઈપણ કંપની દ્વારા ઓફર કરવામાં આવતા કેટલાક સૌથી સસ્તા હાઇ-સ્પીડ પ્લાન્સ મળશે. Excitel તમને 400 રૂપિયાની કિંમતમાં 200Mbpsનો પ્લાન મળશે. આવો એક નજર કરીએ કંપનીના 200Mbps પ્લાન પર...

Excitel નો 200Mbps બ્રોડબેન્ડ પ્લાન સ્ટેન્ડઅલોન માસિક સબસ્ક્રિપ્શન માટે આવતો નથી. જો તમે ઈચ્છો તો તમે આ પ્લાન 3 મહિના, 6 મહિના, 9 મહિના અથવા 12 મહિના માટે પણ લઈ શકો છો. 3 મહિનાના આ પ્લાનમાં યૂઝર્સને દર મહિને 592 રૂપિયા ખર્ચ થશે. તો કુલ ખર્ચ 592 x 3 + 18% GST થશે, તેવી જ રીતે છ મહિનાના પ્લાનની કિંમત 522 રૂપિયા પ્રતિ માસ છે. કુલ કિંમત 522 x 6 + 18% GST, 9 અને 12 મહિનાના પ્લાનની કિંમત અનુક્રમે 424 રૂપિયા અને 400 રૂપિયા પ્રતિ મહિના હશે.

નહિં મળે OTTનો લાભ

તમે આ પ્લાન સાથે કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા OTT (ઓવર-ધ-ટોપ) એડ-ઓન્સ ખરીદી શકતા નથી. OTT બંડલ માત્ર 300Mbps અને 400Mbps યોજનાવાળા ગ્રાહકોને આપવામાં આવે છે. Excitelની સર્વિસ વિશે તમારે બીજી એક વાત પણ જાણવી જોઈએ કે તે દેશમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. પરંતુ કંપની નવા સ્થળોએ વિસ્તૃત થવા માટે પ્રયત્નો કરી રહી છે,અને પૈસા લગાવી રહી છે.

આ ઉપરાંત, Excitelના પ્લાન્સ કોઈપણ માસિક ફેર યુઝ પોલિસી (એફયુપી) નિયંત્રણો વિના ખરેખર અમર્યાદિત ડેટા ઓફર કરે છે. આ પ્લાનને ખરીદવા માટે તમે Excitelની વેબસાઈટ પર જઈ શકો છો અથવા તો કંપનીના કસ્ટમર કેર નંબર પર કોલ કરી શકો છો.



add image
Top